Star Health Logo

Sવરિષ્ઠ નાગરિકો માટે રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી

*I hereby authorise Star Health Insurance to contact me. It will override my registry on the NCPR.

IRDAI UIN: SHAHLIP22199V062122

હાઇલાઇટ્સ

યોજના આવશ્યકતાઓ

essentials

નમ્ય (ફ્લેક્સિબલ) વીમા રકમ

ઉપલબ્ધ વીમા રકમના વિકલ્પો એકલ વ્યક્તિ (વ્યક્તિગત) આધારે - 1/2/3/4/5/7.5/10/15/20/25 લાખ અને ફ્લોટર (પોતાના અને જીવનસાથીના) આધારે - 10/15/20/25 લાખ.
essentials

આધુનિક સારવાર

ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રા વિટ્રીલ ઇન્જેક્શન, રોબોટિક સર્જરી વગેરે જેવી આધુનિક સારવાર માટે કરવામાં આવેલ ખર્ચ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી આવરી લેવામાં આવે છે.
essentials

પ્રીમિયમ છૂટ (ડિસ્કાઉન્ટ)

પૉલિસીની ઑનલાઇન ખરીદી અને નવીકરણ (રિન્યુઅલ) માટે 5% છૂટ (ડિસ્કાઉન્ટ). વધુમાં, 10% છૂટ (ડિસ્કાઉન્ટ) એ તંદુરસ્ત વ્યક્તિઓ માટે લાગુ પડે છે જેમણે પૉલિસી ખરીદતા પહેલા અથવા રિન્યુ કરતા પહેલા 45 દિવસની અંદર સૂચિબદ્ધ ચિકિત્સકીય તપાસો કરી લીધી છે.
essentials

પૂર્વ-હયાત રોગોનો પ્રતિક્ષા સમયગાળો

પૂર્વ-હયાત રોગો (PED) અને તેમની જટિલતાઓ આ પૉલિસી હેઠળ 12 મહિના પછી આવરી લેવામાં આવે છે કે જેને અરજી કરતી વખતે જાહેર કરવામાં આવી હોય અને વીમા કંપની દ્વારા સ્વીકારવામાં આવી હોય.
essentials

ઓપી પરામર્શ (OP કન્સલ્ટેશન)

નેટવર્ક હોસ્પિટલોમાં આઉટપેશંટ પરામર્શ પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી ચૂકવવાપાત્ર છે.
essentials

પ્રવેશની ઉંમર

60 થી 75 વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકો સ્થિર પ્રીમિયમ અને આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ) વિકલ્પ સાથે આ પૉલિસીનો લાભ લઈ શકે છે.
essentials

ચિકિત્સકીય તપાસ

આ પૉલિસીનો લાભ લેવા માટે પૂર્વ-ચિકિત્સકીય તપાસ (પ્રી-મેડિકલ ટેસ્ટ) ફરજિયાત નથી.
essentials

પૉલિસી પ્રકાર

આ પૉલિસી વ્યક્તિગત અથવા ફ્લોટર આધારે મેળવી શકાય છે.
વિગતવાર સૂચિ

શું સમાવિષ્ટ છે તે સમજો

અગત્યની હાઈલાઈટ્સ

પૉલિસી અવધિ (ટર્મ)

આ પૉલિસી એક, બે કે ત્રણ વર્ષની અવધિ માટે મેળવી શકાય છે.

વીમાની રકમ

આ પૉલિસી હેઠળ વીમાની રકમના વિકલ્પો છે રૂ. 1,00,000/-, રૂ. 2,00,000/-, રૂ. 3,00,000/-, રૂ. 4,00,000/-, રૂ. 5,00,000/-, રૂ. 7,50,000/-, રૂ. 10,00,000/-, રૂ. 15,00,000/-, રૂ. 20,00,000/- અને રૂ. 25,00,000/-. ફ્લોટર આધારે વીમાની રકમનો વિકલ્પ રૂ. 10,00,000/- થી રૂ. 25,00,000/- ઉપલબ્ધ છે.

ઇન-પેશંટ હોસ્પિટલાઈઝેશન

માંદગી, ઈજા કે અકસ્માતના કારણે 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેવામાં આવે છે.

પ્રી-હોસ્પિટલાઇઝેશન

દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલાના ચિકિત્સકીય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે.

પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન

પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા મુજબ પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ચિકિત્સકીય ખર્ચાઓ એ હોસ્પિટલાઈઝેશનના 7% સુધી આવરી લેવામાં આવે છે.

રૂમનું ભાડું

દર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચને પસંદ કરેલ મહત્તમ વીમા રકમ માટે રૂ. 10,000/- સુધી આવરી લેવામાં આવે છે.

ICU શુલ્ક

રૂ.10 લાખ સુધીની વીમાની રકમ માટે ICU શુલ્ક તરીકે વીમાની રકમના 2% સુધી ચૂકવવાપાત્ર છે. અને, રૂ.15 લાખથી રૂ.25 લાખ સુધીની વીમાની રકમ માટે, ICU શુલ્ક વાસ્તવિક ખર્ચ સુધી આવરી લેવામાં આવે છે.

રોડ એમ્બ્યુલન્સ

ખાનગી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વીમાધારક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે લાગતા એમ્બ્યુલન્સ શુલ્કને આવરી લેવામાં આવે છે.

દિવસ સંભાળ (ડે કેર) ઉપચાર

ચિકિત્સકીય સારવાર અને સર્જીકલ ઉપચાર કે જેમાં પ્રોદ્યોગિકીય પ્રગતિને કારણે 24 કલાકથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેને આવરી લેવાય છે.

મોતિયાની સારવાર

પૉલિસી ક્લોઝમાં ઉલ્લેખિત સીમા સુધી 24 મહિનાના પ્રતિક્ષા સમયગાળા પછી મોતિયાની સારવાર માટે થયેલા ખર્ચને આવરી લેવામાં આવે છે.

સહ-ચુકવણી (કો-પેમેંટ)

આ પૉલિસી તમામ દાવાઓ (ક્લેમ) માટે 30% સહ-ચુકવણી (કો-પેમેંટ)ને આધિન છે.

આરોગ્ય તપાસ (હેલ્થ ચૅક-અપ)

દરેક દાવા-મુક્ત (ક્લેમ ફ્રી) વર્ષ માટે, નેટવર્ક હોસ્પિટલોમાં વાર્ષિક આરોગ્ય તપાસ માટે કરવામાં આવેલ ખર્ચ નિર્દિષ્ટ સીમા સુધી આવરી લેવામાં આવે છે.

હપ્તા વિકલ્પો

Tપૉલિસી પ્રીમિયમ ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક આધારે ચૂકવી શકાય છે. તે વાર્ષિક, દ્વિવાર્ષિક (2 વર્ષમાં એકવાર) અને ત્રિવાર્ષિક (3 વર્ષમાં એકવાર) આધારે પણ ચૂકવી શકાય છે.
પોલિસીની વિગતો અને નિયમો અને શરતોને જાણવા માટે પોલિસી દસ્તાવેજો જોવા વિનંતી.
સ્ટાર હેલ્થ

સ્ટાર હેલ્થ ઇન્શ્યુઅરન્સ શા માટે પસંદ કરો છો?

હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.

star-health
વેલનેસ કાર્યક્રમ
અમારા વેલનેસ પ્રોગ્રામમાં ભાગ લો અને તંદુરસ્ત રહેવા બદલ પુરસ્કારો મેળવો. રિન્યુઅલ ડિસ્કાઉન્ટ મેળવવા માટે એ પુરસ્કારો રિડીમ કરો.
star-health
નિદાન કેન્દ્રો
ભારતભરના 1,635 નિદાન કેન્દ્રોમાંથી કોઈપણ જગ્યાએ સારવાર પ્રાપ્ત કરો., જેમાં ઘરઆંગણેથી લેબના નમૂના લેવામાં આવશે અને ઘરઆંગણે આરોગ્ય તપાસણી કરવામાં આવશે.
star-health
ઈ -ફાર્મસી
ડિસ્કાઉન્ટ ભાવે દવાઓ ઓનલાઈન મંગાવો. હોમ ડિલિવરી અને સ્ટોર પિક-અપ્સ 2780 શહેરોમાં ઉપલબ્ધ છે.
અમારા ગ્રાહકો

સ્ટાર હેલ્થ સાથે 'ખુશીથી ઇન્શ્યુઅરન્સ ઉતાર્યો!'

અમે તમારો સમય બચાવવા, તમારા નાણાં બચાવવા અને હેલ્થ એ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેને કારણે હેલ્થ ઇન્શ્યુઅરન્સ ઉતરાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.

શું તમે બીજું કંઈ શોધી રહ્યા છો?

શરૂ કરો
શ્રેષ્ઠની ખાતરી રાખો

તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.

Contact Us

વધુ માહિતી જોઈએ છે?

Get Insured

શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?

વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમો

 

વૃદ્ધત્વ - એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, જે આપણા સમાજના તમામ વર્ગો માટે એક અનન્ય પડકાર છે. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિગત નાગરિકોને વરિષ્ઠ નાગરિક તરીકે ગણવામાં આવે છે. પ્રથમ ભારતીય લોન્ગીટ્યુડીનલ એજીંગ સ્ટડી (LASI) મુજબ, ભારતમાં ત્રણમાંથી બે વરિષ્ઠ નાગરિકો કોઈને કોઈ દીર્ધકાલિન (ક્રોનિક) રોગથી પીડાય છે. વૃદ્ધ વય જૂથની વ્યક્તિઓમાં વધુ પ્રચલિત રોગોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (CVD), ક્રોનિક હાયપરટેન્શન, ડાયાબિટીસ, હાડકાં અને સાંધાના રોગો અને અન્ય ઘણા રોગોનો સમાવેશ થાય છે. આરોગ્ય સંભાળની જરૂરિયાતો નિવૃત્તિની સૌથી મોટી 'અજાણ' પૈકીની એક છે. તમારા નાણાકીય દૃષ્ટિકોણથી, વરિષ્ઠ નાગરિકો લીધે, આવી દીર્ધકાલિન બિમારીઓ માટે પ્રમાણભૂત સારવાર મેળવવાથી ચિકિત્સકીય ખર્ચમાં થયેલા વધારાના કારણે તમારી બચત ઓછી થઈ શકે છે અને એથી તમારી નિવૃત્તિનું લક્ષ્ય નક્કી કરવું એ મુશ્કેલ બની શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમો તેમની ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી છે. તેથી, તમારી આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂર્ણ કરતા યોગ્ય અને અસરકારક આરોગ્ય પ્લાન વડે તરત જ પોતાને આવરી લો.

વરિષ્ઠ નાગરિકો માટે રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ, વરિષ્ઠ નાગરિકો લીધે ઉપયોગિતાવાદી અભિગમ સાથે સિનીયર સિટીઝન રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી રજૂ કરે છે. આ પ્લાન 60 થી 75 વર્ષની વય જૂથના વરિષ્ઠ નાગરિકો માટે અનન્ય રીતે બનાવવામાં આવ્યો છે.

 

આ પૉલિસી વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ લાભો લઇ આવે છે, જેમાં આધુનિક સારવાર, નોંધપાત્ર ચિકિત્સકીય ઇન્ટરવેન્શન, આજીવન નવીકરણ (લાઈફલોંગ રિન્યુઅલ) વિકલ્પ સહિત સ્થિર પ્રીમિયમની ઉપલબ્ધતા સાથે બીજા પૉલિસી વર્ષથી પૂર્વ હયાત રોગો સાથે સંકળાયેલી દૈનિક સંભાળ (ડે કેર) સારવારની વિશાળ શ્રેણી માટે કવરેજનો સમાવેશ થાય છે. આ પૉલિસી વ્યક્તિગત/ફ્લોટર વીમીત રકમ આધારે ઉપલબ્ધ છે. ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે ચિકિત્સકીય વીમા તરફે શ્રેષ્ઠ પોકેટ-ફ્રેંડલી પ્રીમિયમ શોધી રહેલા વરિષ્ઠ નાગરિકો માટે તે યોગ્ય છે. પૉલિસીની મુખ્ય વિશેષતા એ છે કે પૉલિસી ખરીદતી વખતે પ્રી-ઇન્શ્યોરન્સ ચિકિત્સકીય તપાસ (મેડિકલ ચૅક-અપ)ની જરૂર નથી. પૉલિસી ખરીદવા પર તમે સેક્શન 80D હેઠળ કર મુક્તિનો લાભ પણ મેળવી શકો છો.

શા માટે 60+ વય ધરાવતા વૃદ્ધ લોકોએ સ્ટાર હેલ્થ મેડિકલ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ

 

સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય પ્લાન બનાવે છે જેમણે એક સમયે રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. સિનયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી એ વૃદ્ધ સમુદાયના સમર્થનમાં એક પરિપૂર્ણ પ્લાન છે.

વરિષ્ઠ નાગરિકોને પૉલિસી ખરીદવા પર અસંખ્ય મૂલ્યવાન લાભો મળે છે:

 

  • નેટવર્ક હોસ્પિટલમ કોઈપણ આઉટપેશંટ ચિકિત્સકીય પરામર્શ પર કવરેજ 
  • વીમા પહેલાની ચિકિત્સકીય તપાસની જરૂર નથી
  •  પૂર્વ-હયાત રોગો (PED) એક વર્ષના પ્રતિક્ષા સમયગાળા પછી આવરી લેવામાં આવે છે.
  • A broader coverage for daycare procedures and modern treatments.

 

દિવસ સંભાળ (ડે કેર) ઉપચાર અને આધુનિક સારવારો માટે વ્યાપક કવરેજ.

 

જે પૉલિસીધારકોને વીમાદાતાઓ સામે ફરિયાદો હોય તેમણે સૌપહેલા આપેલ લિંક વડે વીમાદાતાની તકરાર/ફરિયાદ નિવારણ સેલનો સંપર્ક કરવો જરૂરી છે

https://www.starhealth.in/grievance-redressal

ઈમેલ:gro@starhealth.in અથવા grievances@starhealth.in

જો તેમને ઉચિત સમયગાળામાં વીમાદાતા તરફથી પ્રતિઉત્તર ન મળે અથવા કંપનીના પ્રતિઉત્તરથી તેઓ અસંતુષ્ટ હોય, તો આપેલનો સંપર્ક કરો

ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (IGMS) - ફરિયાદોની નોંધણી હેતુ https://igms.irda.gov.in પર IRDAI પોર્ટલ complaints@irdai.gov.in પર ઇમેઇલ કરો

અને ટોલ ફ્રી ક્રમાંક 155255 અથવા 1800 4254 732 પર કૉલ કરી શકો છો.

 

સિનીયર સિટીઝન્સ રેડ કાર્પેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાથી કર લાભ

 

પૉલિસીનો મુખ્ય ફાયદો એ છે કે, વીમાધારક વ્યક્તિ આવકવેરા અધિનિયમ 1961ની સેક્શન 80-D હેઠળ રોકડ સિવાયના કોઈપણ માધ્યમથી ચૂકવવામાં આવેલા પ્રીમિયમના સંદર્ભમાં કર લાભો માટે પાત્ર છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો