પોલિસી ટર્મઆ પોલિસીમાં 365 દિવસના સમયગાળા માટે કવરેજ આપવામાં આવ્યું છે. પોલિસીની સમાપ્તિ પહેલાં વીમેદાર વ્યક્તિની વિનંતી પર તેને વધુ એક વખત ૩૬૫ દિવસ માટે લંબાવી શકાય છે. |
મુસાફરીની અસુવિધાઓ માટે કવરઆ ઇન્શ્યુઅરન્સમાં ફ્લાઇટમાં વિલંબ, ટ્રીપ કેન્સલેશન, પાસપોર્ટ ગુમાવવો, ચેક-ઇન બેગેજનું નુકસાન અથવા વિલંબ, ચૂકી ગયેલી ફ્લાઇટ/કનેક્શન અને હાઇજેક તકલીફ જેવી મુસાફરીની અસુવિધાઓને કારણે થયેલા નુકસાનને કવર કરેવામાં આવ્યું છે. |
ઇમરજન્સી મેડિકલ ખર્ચ કવરઆ ઇન્શ્યુઅરન્સ વીમેદાર વ્યક્તિના વિદેશમાં રોકાણ દરમિયાન મેડિકલ ઈમરજન્સી માટે કરવામાં આવેલા ખર્ચ બદલ વળતર આપે છે. |
ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશનઆ ઇન્શ્યુઅરન્સ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહથી વીમેદાર વ્યક્તિના આકસ્મિક મેડિકલ સ્થળાંતર માટે કવર કરે છે. તે સંબંધિત પરિવહન અને મેડિકલ સારવારના ખર્ચને પણ કવર કરે છે. |
નશ્વરદેહનું પ્રત્યાગમનવિદેશમાં વીમેદાર વ્યક્તિનું મૃત્યુ થાય તો, આ ઇન્શ્યુઅરન્સમાં વીમેદાર વ્યક્તિના નશ્વર દેહના પરિવહનને કવર કરવામાં આવે છે અથવા જે દેશમાં મૃત્યુ થયું હોય ત્યાં સ્થાનિક દફનવિધિ અથવા અંતિમ સંસ્કાર માટે સમાન રકમની ભરપાઇ કરવામાં આવે છે. |
ડેન્ટલ ઇમરજન્સી કવરઆ ઇન્શ્યુઅરન્સ મુસાફરી દરમિયાન ઇજાને કારણે થતી દાંતની સમસ્યાઓની સારવાર માટે તીવ્ર એનેસ્થેટિક સારવાર પર કરવામાં આવેલા ખર્ચ માટે કવર પ્રદાન કરે છે. |
પર્સનલ એક્સિડેંટ કવરઅકસ્માતને કારણે વીમેદાર વ્યક્તિનું મૃત્યુ કે વિકલાંગ થવાના કિસ્સામાં કંપની વીમેદાર વ્યક્તિને અથવા તેના કાનૂની પ્રતિનિધિઓને નિયત મર્યાદા સુધી એકસાથે રકમ પૂરી પાડશે. |
ચેક-ઇન બેગેજના નુકસાન માટે કવરજો ચેક-ઇન બેગેજ (વીમેદાર વ્યક્તિની મિલકત) એરલાઇન અથવા કેરિયર દ્વારા ખોવાઈ જાય, તો કંપની વીમેદાર વ્યક્તિને થયેલા નુકસાનની ભરપાઈ પોલિસીના શિડ્યુલમાં ઉલ્લેખિત મર્યાદા સુધી કરશે. |
પાસપોર્ટ ખોવાઈ જવોજો કોઈ વીમેદાર વ્યક્તિનો પાસપોર્ટ ટ્રિપ દરમિયાન ખોવાઈ જાય, તો પછી કંપની વતન પરત ફરવા માટે નવો પાસપોર્ટ અથવા માન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવવા માટે કરવામાં આવેલા ખર્ચને કવર કરેશે. |
વ્યક્તિગત જવાબદારી કવરજો વીમેદાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને માંદગી/ઈજા (જીવલેણ અથવા બિન-જીવલેણ) માટે કાયદેસર રીતે જવાબદાર હોય, અથવા ઇન્શ્યુઅરન્સના સમયગાળા દરમિયાન મિલકતને થયેલા નુકસાન માટે જવાબદાર હોય, તો ઇન્શ્યુઅરન્સ કંપની વીમેદાર વ્યક્તિને તે/તેણી કાયદેસર રીતે ચૂકવવા માટે જવાબદાર હોય તેવી તમામ રકમ સામે વળતર આપશે. |
જામીન બોન્ડદરખાસ્તપત્રકમાં નિર્દિષ્ટ કરેલા સ્થળે પોલીસ કે ન્યાયિક સત્તાવાળાઓ દ્વારા વીમેદાર વ્યક્તિની ખોટી ધરપકડ કે ખોટી રીતે અટકાયત કરવાના કિસ્સામાં, ઇન્શ્યુઅરન્સ કંપની જામીન બોન્ડની કિંમત પેટે નિયત ઇન્શ્યુઅરન્સ રકમ સુધીની ચૂકવણી કરશે. |
કંપેશનેટ મુલાકાતજો વીમેદાર વ્યક્તિ સતત 7 દિવસથી વધુ સમય માટે વિદેશની હોસ્પિટલમાં દાખલ હોય અને તેને સ્વદેશ પરત લઈ જઈ શકાય એમ ન હોય, તો કંપની વીમેદાર વ્યક્તિને મદદ કરવા માટે પરિવારના એક નજીકના સભ્યની હવાઈ / ટ્રેન દ્વારા રાઉન્ડ ટ્રીપ માટે કરવામાં આવેલા ખર્ચને કવર કરશે. |
આરોગ્યને લગતી સમસ્યાઓના કારણે અભ્યાસમાં વિક્ષેપનો સામનો કરવોજો વીમેદાર વ્યક્તિ ઈજા, માંદગી અથવા ટર્મિનલ માંદગીને કારણે સતત એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ હોય અને એ સ્થિતિમાં તેનો અભ્યાસ બંધ કરી દે, તો કંપની પહેલેથી જ ચૂકવવામાં આવેલી ટ્યુશન ફીની ભરપાઇ કરશે. |
કૌટુંબિક ઈમરજન્સીને કારણે અભ્યાસમાં વિક્ષેપનો અભ્યાસ કરોજો સમગ્ર પોલિસીના સમયગાળા દરમિયાન પરિવારના કોઈ નજીકના સભ્ય અથવા પ્રાયોજકના આકસ્મિક મૃત્યુને કારણે વીમેદાર વ્યક્તિનો અભ્યાસ ખોરવાઈ જાય છે, તો કંપની પહેલેથી જ ચૂકવવામાં આવેલી ટ્યુશન ફીની ભરપાઈ કરશે. |
પ્રાયોજક સુરક્ષાવીમેદાર વ્યક્તિના સ્પોન્સરનું આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં, પછી મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી, કંપની ઇન્શ્યુઅરન્સધારકના શિક્ષણના બાકીના સમયગાળા માટે કરવામાં આવેલી ટ્યુશન ફી નિયત મર્યાદા સુધી ભરપાઈ કરશે. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
અમે તમારો સમય બચાવવા, તમારા નાણાં બચાવવા અને હેલ્થ એ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેને કારણે હેલ્થ ઇન્શ્યુઅરન્સ ઉતરાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.