પ્રવેશ વયભારતમાં 6 મહિનાથી 70 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ વ્યવસાય અથવા રજાઓની યાત્રાઓ પર ભારતની બહાર મુસાફરી કરતી હોય તે આ પોલિસી લઈ શકે છે. |
વ્યાપક કવરઆ પોલિસીમાં 70થી 75 વર્ષની વયની વચ્ચેના લોકોને 50%ના પ્રીમિયમ લોડિંગ સાથે કવર કરવામાં આવ્યા છે. 75 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે આ પોલિસી ઇમરજન્સી મેડિકલ સેક્શન હેઠળ 10,000 યુએસ ડોલર સુધીનું મહત્તમ કવર પ્રદાન કરે છે, જેમાં પ્રીમિયમ લોડિંગ 25% છે. |
યોગ્યતાભારતની કાયમી નિવાસી હોય તેવી 6 મહિનાથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ પોલિસીનો લાભ લઈ શકે છે. |
પ્લાન વિકલ્પોઆ પોલિસીમાં બે કવર વિકલ્પો આપવામાં આવ્યા છે. તેનો લાભ અમેરિકા અને કેનેડાની યાત્રા માટે લઈ શકાય છે. અને યુ.એસ.એ. અને કેનેડા સિવાય વિશ્વભરમાં પ્રવાસ માટે લાભ લઈ શકાય છે. |
ઇન્શ્યુઅરન્સ રકમના વિકલ્પોઆ પોલિસીના બંને પ્લાન વિકલ્પો હેઠળ 5૦,૦૦૦/- યુએસ ડોલર, 1,૦૦,૦૦૦/- યુએસ ડોલર, 2,5૦,૦૦૦/- યુએસ ડોલર અને 5,૦૦,00૦/- યુએસ ડોલર એમ ચાર ઇન્શ્યુઅરન્સ રકમની મર્યાદા આપવામાં આવે છે. |
પ્રી-ઇન્શ્યુઅરન્સ મેડિકલ સ્ક્રીનિંગઆ પોલિસીમાં પ્રી-ઇન્શ્યુઅરન્સ મેડિકલ સ્ક્રીનિંગની જરૂર નથી. જો કે, જેમની ઉંમર 65 વર્ષથી વધુ હોય અને જેમની મેડિકલ હિસ્ટ્રી પ્રતિકૂળ હોય તેમણે ઇસીજી, ભૂખ્યા પેટે અને પોસ્ટપ્રેન્ડિયલ બ્લડ સુગર ટેસ્ટ, કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ અને યુરિન સ્ટ્રીપ ટેસ્ટ પ્લાન રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે. |
ઇમરજન્સી મેડિકલ ખર્ચ કવરઆ પોલિસી હેઠળ વીમેદાર વ્યક્તિના વિદેશમાં રોકાણ દરમિયાન મેડિકલ ઈમરજન્સી માટે કરવામાં આવેલા ખર્ચ બદલ વળતર આપવામાં આવે છે. |
ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશનઆ પોલિસી વીમેદાર વ્યક્તિને મેડિકલ વ્યવસાયીની સલાહથી આકસ્મિક મેડિકલ સ્થળાંતર માટે કવર કરે છે. તેને લગતા પરિવહન અને મેડિકલ સારવારના ખર્ચને પણ કવર કરવામાં આવે છે. |
પર્સનલ એક્સિડેંટ કવરઅકસ્માતને કારણે વીમેદાર વ્યક્તિનું મૃત્યુ કે અપંગ થવાના કિસ્સામાં કંપની વીમેદાર વ્યક્તિને અથવા તેના કાયદેસરના પ્રતિનિધિઓને નિયત મર્યાદા સુધી એક લમ્પ સમ પૂરી પાડશે. |
ડેન્ટલ ઇમરજન્સી કવરઆ પોલિસી મુસાફરી દરમિયાન ઇજાને કારણે થતી દાંતની સમસ્યાઓની સારવાર માટે એકયુટ એનેસ્થેટિક સારવાર પર કરવામાં આવેલા ખર્ચ માટે કવર કરે છે. |
નશ્વર દેહનું પ્રત્યાગમનવિદેશમાં વીમેદાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, આ પોલિસીમાં વીમેદાર વ્યક્તિના નશ્વર દેહના પરિવહનને કવર કરવામાં આવે છે અથવા જે દેશમાં મૃત્યુ થયું છે ત્યાં સ્થાનિક દફનવિધિ અથવા અંતિમ સંસ્કાર માટે સમાન રકમની ભરપાઇ કરવામાં આવે છે. |
કપાતપાત્રોઆ પોલિસીમાં કપાત કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે કંપની દરેક ક્લેમ માટે ચૂકવણી કરવા માટે જવાબદાર રહેશે નહીં. |
ચેક-ઇન બેગેજના નુકસાન માટે કવરજો ચેક-ઇન બેગેજ (વીમેદાર વ્યક્તિની મિલકત) એરલાઇન અથવા કેરિયર દ્વારા ખોવાઈ જાય છે, તો કંપની પોલિસીના શિડ્યુલમાં ઉલ્લેખિત મર્યાદા સુધી વીમેદાર વ્યક્તિને થયેલા નુકસાનની ભરપાઈ કરશે. |
પાસપોર્ટનું નુકસાનજો કોઈ વીમેદાર વ્યક્તિનો પાસપોર્ટ ટ્રિપ દરમિયાન ખોવાઈ જાય છે, તો પછી વતનમાં પરત ફરવા માટે નવો પાસપોર્ટ અથવા માન્ય મુસાફરી દસ્તાવેજો મેળવવા માટે કરવામાં આવેલા ખર્ચને કંપની કવર કરશે. |
ચેક-ઇન બેગેજમાં વિલંબજો વીમેદાર વ્યક્તિનો ચેક-ઇન બેગેજ ટ્રિપ દરમિયાન 12 કલાકથી વધુ સમય માટે વિલંબિત થઈ રહ્યો છે, તો પછી કંપની પોલિસી શેડ્યૂલમાં જણાવેલ મર્યાદા સુધીના વિલંબ માટે વળતર ચૂકવશે. |
ફ્લાઇટ વિલંબજો વીમેદાર વ્યક્તિની ફ્લાઈટ છ કલાકથી વધુ મોડી પડે તો કંપની નક્કી કરેલી મર્યાદા સુધીના વધારાની રહેવાની વ્યવસ્થા, પ્રવાસ અને અન્ય વાજબી ખર્ચ માટે થયેલા ખર્ચની ભરપાઈ કરશે |
ચૂકી ગયેલી ફ્લાઇટ/કનેક્શનજો વીમેદાર વ્યક્તિ ચોક્કસ કારણોસર અગાઉથી બુક કરાવેલ ફ્લાઇટ અથવા કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાય છે, તો કંપની વાજબી વધારાની રહેવાની વ્યવસ્થા અને મુસાફરી પર થયેલા ખર્ચ બદલ વળતર આપશે. |
ટ્રીપ રદ/ખલેલજો વીમેદાર વ્યક્તિની યાત્રા આકસ્મિક શારીરિક ઇજાઓ અથવા વીમેદાર વ્યક્તિ અથવા તેના/તેણીના પરિવારના સભ્યના મૃત્યુને કારણે રદ કરવામાં આવે છે, તો કંપની વીમાધારક અથવા તેના / તેણીના કાયદેસરણા પ્રતિનિધિઓને નિર્ધારિત રકમ માટે વળતર આપશે. |
વ્યક્તિગત જવાબદારી કવરજો વીમેદાર વ્યક્તિ વીમા સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને થયેલી બીમારી/ઈજા (જીવલેણ અથવા બિન-જીવલેણ) માટે કાયદેસર રીતે જવાબદાર હોય, અથવા ઇન્શ્યુઅરન્સના સમયગાળા દરમિયાન મિલકતને થયેલ નુકસાન માટે જવાબદાર હોય, તો ઇન્શ્યુઅરન્સ કંપની વીમેદાર વ્યક્તિને તે/તેણી નિયત મર્યાદા સુધી ચૂકવણી કરવા માટે કાયદેસર રીતે જવાબદાર બનતી હોય તેવી તમામ રકમ સામે વળતર આપશે. |
હાઇજેકજો વીમેદાર વ્યક્તિ જે કોમન કેરિયરમાં મુસાફરી કરી રહી હોય, તેનું અપહરણ કરવામાં આવે અને 12 કલાકથી વધુ સમય સુધી ટ્રીપમાં વિક્ષેપ પડે અથવા અડચણ આવે, તો કંપની નિયત મર્યાદા અનુસાર વિલંબના દરેક દિવસ માટે ભારતીય રૂપિયા ચૂકવશે. |
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
અમે તમારો સમય બચાવવા, તમારા નાણાં બચાવવા અને હેલ્થ એ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેને કારણે હેલ્થ ઇન્શ્યુઅરન્સ ઉતરાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.